હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર

Showing 71 to 80 out of 96 Questions
71.
1-ક્લોરો-2, 4- ડાયનાઇટ્રોબેન્ઝિનની 368 K તાપમાને જલીય NaOH સાથે H+ની હાજરીમાં પ્રક્રિયા કરતા કઈ નીપજ મળશે?
(a) 2-નાઇટ્રોફિનોલ
(b) 4-નાઇટ્રોફિનોલ
(c) 2, 4-ડાયનાઇટ્રોફિનોલ
(d) પિક્રિક એસિડ
Answer:

Option (c)

72.
ક્લોરોબેન્ઝિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ધીમી પડે છે, કારણ કે____
(a) સસ્પંદનને કારણે મેટા સ્થાનની ઇલેક્ટ્રોન ઘનતા વધે છે.
(b) ક્લોરિન તેની ધનપ્રેરક અસરના કારણે ફિનાઈલ કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોન આકર્ષે છે.
(c) ઋણપ્રેરક અસર સસ્પંદન કરતા વધી જાય તેને લીધે બેન્ઝિનચક્ર નિષ્ક્રિય બનવા પ્રયાસ કરે છે.
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

73.
મિથીલીન ક્લોરાઇડના ગુણધર્મની બાબતમાં કયું વિધાન સાચું છે?
(a) તે રંગહીન પ્રવાહી છે.
(b) તેનું ઉત્કલનબિંદુ 313 K છે.
(c) (a) અને (b) બંને
(d) આપેલ પૈકી પણ નહિ
Answer:

Option (c)

74.
ક્યા પદાર્થને હવામાં ખુલ્લો રાખતા કાર્બોનાઈલ ક્લોરાઇડ બને છે?
(a) ડાયક્લોરોમિથેન
(b) ટ્રાયકલોરોમિથેન
(c) ટેટ્રાફ્લોરોમિથેન
(d) ટ્રાયઆયોડોમિથેન
Answer:

Option (b)

75.
નીચેના પૈકી કયો પદાર્થ ચેપનાશક તરીકે દવામાં ઉપયોગી છે?
(a) ફ્રિઓન
(b) ડીડીટી
(c) આયોડોફોર્મ
(d) ક્લોરોફોર્મ
Answer:

Option (c)

76.
બ્લીચિંગ પાઉડરનું સાચું સૂત્ર જણાવો
(a) Ca(OCl)Cl
(b) CaO(OCl)
(c) Ca(OCl)2
(d) Ca(OCl)2Cl
Answer:

Option (a)

77.
C5H11X આણ્વીય સૂત્ર ધરાવતા હેલાઈડની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરતા માત્ર પેન્ટ્-2-ઈન મળે છે, તો આ હેલાઈડ કયો હશે?
(a) 3-હેપ્ટેન
(b) 3-હેલોપેન્ટેન
(c) 2-હેલોપેન્ટેન
(d) 1-હેલોપેન્ટેન
Answer:

Option (b)

78.
R - Br + NaCN →R - CN + NaBr એ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે?

(a) વિસ્થાપન પ્રક્રિયા
(b) કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા
(c) ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા
(d) રેડોક્ષ પ્રક્રિયા
Answer:

Option (a)

79.
નીચેના પૈકી 2° ક્લોરાઇડ સંયોજન છે?

(a) આઈસોપ્રોપાઇલ ક્લોરાઇડ
(b) આઈસોબ્યુટાઇલ ક્લોરાઇડ
(c) n-પ્રોપાઇલ ક્લોરાઇડ
(d) n-બ્યુટાઇલ ક્લોરાઇડ
Answer:

Option (a)

80.
નીચેના પૈકી કયો પદાર્થ ઔધોગીક દ્રાવક નથી?
(a) CHCl3
(b) CHI3
(c) CCl4
(d) (C2H5)2O
Answer:

Option (b)

Showing 71 to 80 out of 96 Questions