હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર

Showing 61 to 70 out of 96 Questions
61.
નીચેના કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો પૈકી કયો અલગ પડે છે?
(a) :OH-
(b) :OR-
(c) :X-
(d) :CN-
Answer:

Option (d)

62.
જયારે -C ≡ N કેન્દ્રાનુરાગી આયન પ્રક્રિયામાં ભાગ લે ત્યારે કઈ નીપજ મળે છે?
(a) આઇસોસાયનાઈટ
(b) આલ્કાઈલ સાયનાઈટ
(c) આલ્કાઈલ સાયનાઈડ
(d) આઇસોસાયનાઈડ
Answer:

Option (c)

63.
SN2 પ્રક્રિયા દ્વારા મળતી નીપજ અને પ્રક્રિયક એકબીજા સાથે કયો સંબંધ ધરાવે છે?
(a) અપ્રતિબિંબીઓ હોય છે.
(b) તેઓ એકબીજાના પ્રતિબિંબીયો હોય છે.
(c) તેઓની ભૌમિતિક સમઘટકતા સમાન હોય છે.
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

64.
SN1પ્રક્રિયાનો વેગ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે?
(a) સબસ્ટ્રેટની સાંદ્રતા
(b) કાર્બોકેટાયન બનવાની સરળતા
(c) કાર્બોકેટાયનની સ્થાયિતા
(d) આપેલ તમામ
Answer:

Option (d)

65.
SN2પ્રક્રિયા થવાની સરળતાનો ક્રમ જણાવો.
(a) -CH3 > 1° > 2° > 3°
(b) 3° > 2° > 1°> -CH3
(c) -CH3 < 3°> 2°< 1°
(d) 1°< 2°> 3°> -CH3
Answer:

Option (a)

66.
β-વિલોપન પ્રક્રિયામાં ક્યુ દ્રાવણ વપરાય છે?
(a) પોટૅશિયમ હાઈડ્રૉક્સાઈડનું એમોનિયમ દ્રાવણ
(b) પોટૅશિયમ હાઈડ્રૉક્સાઈડનું જલીય દ્રાવણ
(c) પોટૅશિયમ હાઈડ્રૉક્સાઈડનું ઇથેનોલીક દ્રાવણ
(d) પોટૅશિયમ હાઈડ્રૉક્સાઈડનું પિગલિત દ્રાવણ
Answer:

Option (c)

67.
કાર્બોકેટાયનની સ્થાયિતા અંગે ક્યુ વિધાન સાચું છે?
(a) કાર્બોકેટાયન સાથે ઇલેક્ટ્રોનદાતા સમૂહ જોડાયેલ હોય, તો તેની સ્થાયિતા ઘટે છે.
(b) કાર્બોકેટાયન સાથે ઇલેક્ટ્રોન આકર્ષિત સમૂહ જોડયેલ હોય, તો તેની સ્થાયિતા વધે છે.
(c) કાર્બોકેટાયન સાથે ઇલેક્ટ્રોનદાતા સમૂહ જોડાયેલ હોય, તો તેની સ્થાયિતા વધે છે.
(d) કાર્બોકેટાયન સાથે ઇલેક્ટ્રોનદાતા સમૂહ કે ઇલેક્ટ્રોન-આકર્ષકે સમૂહ જોડાયેલો હોય, તો તેની સ્થાયિતા પર કોઈ અસર થતી નથી.
Answer:

Option (c)

68.
સમાન આલ્કાઇલ સમૂહ માટે હેલોજન સમૂહની ડિહાઈડ્રોહેલોજીનેશન માટે સરળતાનો ક્રમ જણાવો.
(a) RCl < RBr < RI
(b) RCl > RBr > RI
(c) RBr < RI < RCl
(d) RCl > RBr < RI
Answer:

Option (a)

69.
SN1 પ્રક્રિયા માટે કયો પ્રક્રિયાકારક ખુબ જ ઉત્તમ છે?
(a) CH3)3-C-Cl
(b) CH3)2-CH-Cl
(c) (CH3)2N-CH2-Cl
(d) CH3)3-C-Br
Answer:

Option (c)

70.
બેન્ઝાઇલ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ​ પ્રક્રિયાને અંતે મળતી નીપજ કઈ હશે?
(a) ક્લોરોબેન્ઝિન
(b) બેન્ઝોઇલ ક્લોરાઇડ
(c) ટૉલ્યુઇન
(d) બેન્ઝોઇક એસિડ
Answer:

Option (c)

Showing 61 to 70 out of 96 Questions