પૃષ્ઠ રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Showing 41 to 50 out of 149 Questions
41.
નીચેનામાંથી કઈ ઘટના અવશોષણ કહેવાય ?
(a) સિલિકા જેલ અને પાણી વચ્ચેની આંતરક્રિયા
(b) એલ્યુમિના જેલ પાણી વચ્ચેની આંતરક્રિયા
(c) ખાંડ અને પાણી વચ્ચેની આંતરક્રિયા
(d) રંગીન પાણીમાં રંગક અને ચારકોલ વચ્ચેની આંતરક્રિયા
Answer:

Option (c)

42.
ખંડના દ્રાવણમાંથી રંગીન ચારકોલ વડે દુર કરવાની ઘટનાનો પ્રકાર કયો છે ?
(a) અધિશોષણ
(b) અવશોષણ
(c) અવશોષણ અને અધિશોષણ બંને
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (a)

43.
અધિશોષણની ઘટના માટે કયું સાચું ગણાય ?
(a) ΔG < 0, ΔS < 0, ΔH < 0
(b) ΔG > 0, ΔS > 0, ΔH > 0
(c) ΔG > 0, ΔS > 0, ΔH < 0
(d) ΔG < 0, ΔS < 0, ΔH > 0
Answer:

Option (a)

44.
કઈ પરિસ્થિતિમાં ભૌતિક અધિશોષણનું પ્રમાણ વધુ હોય છે ?
(a) ઊંચા તાપમાને, નીચા દબાણે
(b) નીચા તાપમાને, ઊંચા દબાણે
(c) નીચા તાપમાને, નીચા દબાણે
(d) ઊંચા તાપમાને, ઊંચા દબાણે
Answer:

Option (b)

45.
સક્રિયકૃત ચારકોલમાં કયું વિશેષ પ્રમાણમાં શોષાય છે ?
(a) N2
(b) CO2
(c) Cl2
(d) O2
Answer:

Option (b)

46.
ભૌતિક અધિશોષણ માટે કયું વિધાન સાચું નથી ?
(a) અધિશોષક પર સામાન્ય રીતે એકઆણ્વીય સ્તર રચાય છે.
(b) તે ત્વરિત છે.
(c) તેના માટે ઓછી સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે છે.
(d) નીચા તાપમાને પરિણમે છે અને તાપમાન વધારતા અધિશોષણ ઘટે છે.
Answer:

Option (a)

47.
ભૌતિક અધિશોષણ માટે કઈ વિશેષતા સાચી નથી ?
(a) તાપમાન વધે તેમ ભૌતિક અધિશોષણની માત્રા વધે છે.
(b) ભૌતિક અધિશોષણ સ્વયંસ્ફુરિત આપમેળે થતી ઘટના છે.
(c) એન્થાલ્પી અને એન્ટ્રોપી બંને પદો ભૌતિક અધિશોષણ માટેના ઋણ છે.
(d) ઘન સપાટી પરનું અધિશોષણ પ્રતિવર્તી છે.
Answer:

Option (a)

48.
રસાયણિક અધિશોષણ માટેનું સાચું વિધાન પસંદ કરો.
(a) અધિશોષક પર બહુઆણ્વીય સ્તર રચાય છે.
(b) અધિશોષક અને અધિશોષિત વચ્ચે વાન ડર વાલ્સ બળો અસ્તિત્વ ધરાવે છે.
(c) સામાન્યત: અધિશોષકની સપાટી પર એકઆણ્વીયસ્તર રચાય છે.
(d) અધિશોષણ એન્થાલ્પી મૂલ્ય -20 કિલો જૂલ · મોલ-1
Answer:

Option (c)

49.
નીચેનામાંથી કયો વાયુ ચારકોલ સપાટી પર વધુ માત્રામાં અધિશોષિત થશે ?
(a) H2
(b) CO2
(c) CO
(d) NH3
Answer:

Option (d)

50.
નીશ્ચિત તાપમાને, ઘન ઉપર વાયુઓના અધિશોષણ xm અને વાયુના દબાણ p વચ્ચેનો સંબંધ નક્કી કરો, જ્યાં k અચળાંક અને n > 0 છે.
(a) xm = kp
(b) xm = kp1n
(c) mx = kp1n
(d) mx = kp
Answer:

Option (b)

Showing 41 to 50 out of 149 Questions