પૃષ્ઠ રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Showing 91 to 100 out of 149 Questions
91.
નીચેના પૈકી તેલ / પાણી ઈમલ્શન કયું છે ?
(a) કોલ્ડક્રીમ
(b) વેનિશિંગ ક્રીમ
(c) માખણ
(d) કોડલિવર ઓઈલ
Answer:

Option (b)

92.
ઈમલ્શીફાયર કોને કહે છે ?
(a) કોઈ પણ પ્રવાહીનું ઈમલ્શનમાં રૂપાંતર કરતા પદાર્થને
(b) ઈમલ્શનનું તેના ઘટક પ્રવાહીમાં અલગીકરણ પદાર્થને
(c) ઈમલ્શનના સ્થાયીકરણ માટે વપરાતા પદાર્થને
(d) ઈમલ્શનના સ્કંદન માટે વપરાતા પદાર્થને
Answer:

Option (c)

93.
ધુમાડામાંથી કાર્બનના કણો દૂર કરવાની કોટ્રેલ અવક્ષેપન પદ્ધતિ ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?
(a) ઈલેકટ્રોફોરેસિસ
(b) ગાળણ
(c) અવક્ષેપન
(d) બ્રાઉનિયન ગતિ
Answer:

Option (a)

94.
જુદી જુદી પદ્ધતિ દ્વારા બનાવેલા ગોલ્ડ (Au) સોલના રંગ જુદા જુદા હોવાનું મુખ્ય કારણ _____ .
(a) તેમાં રહેલ અશુદ્ધીની હાજરી
(b) કલિલ કણોનો કદ-તફાવત
(c) Au ની જુદી જુદી સંયોજકતા
(d) તેના પર સૂર્યપ્રકાશની જુદી જુદી અસર
Answer:

Option (b)

95.
બે જથ્થામય કલાઓને અલગ કરતી હદ અંગેના રસાયણશાસ્ત્રને _____ કહે છે.
(a) રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર
(b) રાસાયણિક ગતિકી
(c) પૃષ્ઠ રસાયણશાસ્ત્ર
(d) વિધુતરસાયણ
Answer:

Option (c)

96.
વાયુઓમાં અલગ કલા સંભવી શકતી નથી, કારણ કે _____
(a) બંને કલાઓ અર્દશ્ય હોય છે.
(b) આપણી ર્દષ્ટિની મર્યાદા હોય છે.
(c) વાયુઓ સંપૂર્ણપણે મિશ્ર થતા હોય છે.
(d) આપેલ પેૈૈકી એક પણ નહિ.
Answer:

Option (c)

97.
વિલયન, સ્ફટિકીકરણ કઈ ઘટનાઓનું ઉદાહરણ છે ?
(a) રેડોક્ષ
(b) ઓક્સિડેશન
(c) ભૌતિક
(d) પૃષ્ઠ ધટના
Answer:

Option (d)

98.
ઘન અને પ્રવાહી કે ઘન અને વાયુ કલાઓને અલગ પણ સંપર્કમાં રાખતી ઘટના _____ છે.
(a) પૃષ્ઠ ઘટના
(b) ભૌતિક ઘટના
(c) રાસાયણિક ઘટના
(d) ઉદીપન
Answer:

Option (a)

99.
અધિશોષણને લીધે પૃષ્ઠ ઊર્જા _____ છે.
(a) વધે
(b) ઘટે
(c) અચળ રહે
(d) સતત વધે
Answer:

Option (b)

100.
ભૌતિક અધિશોષણની એન્થાલ્પીનું મૂલ્ય આશરે કેટલું હોય છે ?
(a) -20 કિ.જૂલ.મોલ-1
(b) -200 કિ.જૂલ.મોલ-1
(c) -2 કિ.જૂલ.મોલ-1
(d) -2000 કિ.જૂલ.મોલ-1
Answer:

Option (a)

Showing 91 to 100 out of 149 Questions