p-વિભાગનાં તત્વો  MCQs

MCQs of p-વિભાગનાં તત્વો

Showing 41 to 50 out of 129 Questions
41.
ફૉસ્ફરસ પેન્ટાક્લોરાઈડનું જળવિભાજન કરતાં પ્રથમ તબક્કામાં અને બીજા તબક્કામાં મળતી નીપજો અનુક્રમે જણાવો.
(a) ફૉસ્ફરસ અૉક્સિક્લોરાઈડ, ફૉસ્ફરસ અૅસિડ
(b) ફૉસ્ફરસ અૉક્સિક્લોરાઈડ, ફૉસ્ફોરિક અૅસિડ
(c) ફૉસ્ફરસ અૅસિડ, ફૉસ્ફરસ અૉક્સિક્લોરાઈડ
(d) ફૉસ્ફરસ અૉક્સિક્લોરાઈડ, ફૉસ્ફોરિક ક્લોરાઈડ
Answer:

Option (b)

42.
સફેદ ફૉસ્ફરસનો કયો ગુણધર્મ રાત ફૉસ્ફરસના ગુણધર્મ સાથે સુસંગત છે ?
(a) તે સ્ફટિક-રચનામાં વિભિન્ન P4 અણુ તરીકે હોય છે.
(b) તે હવામાં સામાન્ય તાપમાને ખુલ્લો રાખતાં સળગી ઊઠે છે.
(c) તે CS2માં દ્રાવ્ય અને મીણ જેવો પોચો છે.
(d) તેને હવામાં સળગાવતાં P4O6 કે P4O10 બનાવે છે.
Answer:

Option (d)

43.
એક મોલ ફૉસ્ફરસ પેન્ટૉકસાઇડને અૉર્થોફૉસ્ફરસ અૅસિડમાં ફેરવવા માટે કેટલા મોલ પાણીની જરૂર પડે ?
(a) 2
(b) 4
(c) 6
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (d)

44.
1 મોલ H3PO2, 1 મોલ H3PO3 અને 1 મોલ H3PO4નું સંપૂર્ણ તથસ્થીકરણ કરવા માટે અનુક્રમે કેટલા મોલ NaOHની જરૂર પડે ? (બધા જ પ્રબળ વિદ્યુતવિભાજ્ય સમજવા.)
(a) 3, 2, 1
(b) 2, 3, 1
(c) 1, 3, 2
(d) 1, 2, 3
Answer:

Option (d)

45.
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(a) H3PO4 અને H3PO3ની બેઝિકતા અનુક્રમે 3. 3 છે.
(b) H3PO4 અને H3PO3ની અૅસિડિકતા અનુક્રમે 3. 3 છે.
(c) H3PO4 અને H3PO3ની અૅસિડિકતા અનુક્રમે 3. 2 છે.
(d) H3PO4 અને H3PO3ની બેઝિકતા અનુક્રમે 3. 2 છે.
Answer:

Option (d)

46.
પૃથ્વીના પોપડામાં સલ્ફર તેના દળથી કેટલા ટકા હોય છે ?
(a) 0.03થી 0.01%
(b) 0.01 %થી 0.03 %
(c) 0.03થી 0.1 %
(d) 3 %થી 1 %
Answer:

Option (c)

47.
સમૂહ 16નાં તત્વો કયા પ્રકારના હેલાઈડ સંયોજનો બનાવી શકે નહિ ?
(a) MX6
(b) MX
(c) MX4
(d) MX2
Answer:

Option (b)

48.
નીચેના પૈકી કયું વિધાન અયોગ્ય છે?
(a) સામાન્ય તાપમાને અૉક્સિજન વાયુ સ્વરૂપે હોય છે, જયારે સમૂહનાં અન્ય તત્વો પ્રવાહી સ્વરૂપે છે.
(b) અૉક્સિજન દ્વિપરમાણ્વીય અણુ તરીકે જયારે અન્ય તત્વો બહુપરમાણ્વીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે.
(c) અૉક્સિજન અધાતુ તત્વ છે.
(d) અૉક્સિજન તત્વની ઈલેકટ્રૉન-રચનામાં d-કક્ષક ઉપલબ્ધ નથી.
Answer:

Option (a)

49.
નીચેના પૈકી કયા અૉકસાઈડ અૅસિડિક છે ?

(i) SO2 (ii) N2O (iii) Cl2O7 (iv) N2O5 (v) Na2O

(a) (i), (ii), (iii)
(b) (ii), (iii), (iv)
(c) (i), (iii), (iv)
(d) (iii), (iv), (v)
Answer:

Option (c)

50.
સુપરસોનિક જૅટ વિમાનના એકઝોસ્ટ દ્વારા કયો વાયુ બહાર નીકળે છે ?
(a) NO
(b) N2O
(c) NO2
(d) N2O4
Answer:

Option (a)

Showing 41 to 50 out of 129 Questions