સંકીર્ણ સંયોજનો  MCQs

MCQs of સંકીર્ણ સંયોજનો

Showing 101 to 110 out of 114 Questions
101.
નીચેના કયા સંકીર્ણ સંયોજનનું જલીય દ્રાવણ નિર્બળ વિદ્યુતવાહક હશે ?
(a) K2[PtCl6]
(b) [Co(NH3)3(NO2)3]
(c) K4[Fe(CN)6]
(d) [Cu(NH3)4]SO4
Answer:

Option (b)

102.
200 CC (200 ml) દ્રાવણ X, એ 0.02 મોલ [Co(NH3)5Br]Cl2 તથા 0.02 મોલ [Co(NH3)5Cl]SO4 ધરાવે છે. જો દ્રાવણ Xની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 અને વધુ પ્રમાણમાં BaCl2 સાથે કરવામાં આવે, તો અવક્ષેપન પામતા Y અને Zની મોલ સંખ્યા અનુક્રમે કેટલી હશે ?
(a) 0.02, 0.02
(b) 0.01, 0.02
(c) 0.02, 0.04
(d) 0.04, 0.02
Answer:

Option (d)

103.
[PtCl2(NH3)4]Br2 અને [PtBr2(NH3)4]Cl2 સંયોજનો નીચેનાં પૈકી કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે ?
(a) જલયોજન સમઘટકતા
(b) આયનીય સમઘટકતા
(c) બંધનીય સમઘટકતા
(d) કો-અૉર્ડિનેશન સમઘટકતા
Answer:

Option (b)

104.
નીચેનાં પૈકી ક્યાં સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે ?

(i) [Pt(en)Cl2] (ii) [Pt(en)2]Cl2

(iii) [Pt(en)2Cl2]Cl2 (iv) [Pt(CH3)2Cl2]

(a) (i) અને (ii)
(b) (ii) અને (iv)
(c) (ii) અને (iii)
(d) (iii) અને (iv)
Answer:

Option (d)

105.
Cr2+, Mn2+, Fe2+, Ni2+ની d ઈલેકટ્રૉનરચના અનુક્રમે 3d4, 3d5, 3d6 અને 3d8 છે. નીચેના પૈકી કયું ઍકવા સંકીર્ણ લઘુત્તમ અનુચુંબકીય વર્તણૂક દર્શાવશે ?
(a) [Fe(H2O)6]2+
(b) [Ni(H2O)6]2+
(c) [Cr(H2O)6]2+
(d) [Mn(H2O)6]2+
Answer:

Option (b)

106.
કર્નાલાઈટનું જલીય દ્રાવણ કયા આયનના ગુણધર્મ દર્શાવે છે ?
(a) K+, Mg2+, Cl-
(b) K+, Cl-, SO42-, Br-
(c) K+, Mg2+, CO32-
(d) K+, Mg2+, Cl-, Br-
Answer:

Option (a)

107.
1 મોલ [Co(NH3)5]Cl3 સંકીર્ણને પાણીમાં ઓગળતાં ત્રણ મોલ આયનો આપે છે. આ જ સંકીર્ણના 1 મોલની 2 મોલ AgNO3 સાથે પ્રક્રિયા થતાં બે મોલ AgCl(s) મળે છે, તો તે સંકીર્ણનું અણુસૂત્ર કયું હશે ?
(a) [Co(NH3)3Cl2]2NH3
(b) [Co(NH3)4·Cl2]Cl · NH3
(c) [Co(NH3)5Cl]Cl2
(d) [Co(NH3)4Cl]Cl2 · 2NH3
Answer:

Option (c)

108.
સંકીર્ણ ક્ષાર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
(a) બધા જ ઋણ આયનો લીગેન્ડ તરીકે જોડાયેલાં હોય છે.
(b) બધા જ ધાતુ-આયનો સવર્ગ-સહસંયોજક બંધથી જોડાયેલાં હોય છે.
(c) બધા જ આયનોની રાસાયણિક કસોટી કરી શકાય છે.
(d) સાદા ધન આયન કે સાદા ઋણ આયનની કસોટી કરી શકાય છે.
Answer:

Option (d)

109.
K2Cr2O7 અંગે કયું સાચું વિધાન છે ?
(a) તેમાં કુલ સાત Cr-O બંધ છે અને બધા જ બંધ સમાન છે.
(b) તે એકકેન્દ્રીય સંકીર્ણ છે અને પ્રત્યેક Crનો સવર્ગ આંક 7 છે.
(c) તે Cr6+ ધરાવે છે અને પ્રતિચુંબકીય રંગીન છે.
(d) તે બહુકેન્દ્રીય સંકીર્ણ છે અને દરેક Cr-પરમાણુ અષ્ટફલકીય રચના ધરાવે છે.
Answer:

Option (c)

110.
નીચેનામાંથી કયા સંકીર્ણ માટે પ્રકાશ સમઘટકો મળતા નથી ?
(a) [Co(NH3)2Br2]
(b) [Co(en)3]Cl3
(c) [Co(en)2Cl2]Cl
(d) [Co(en)(NH3)2Cl2]Cl
Answer:

Option (a)

Showing 101 to 110 out of 114 Questions