વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 211 to 220 out of 264 Questions
211.
જમીન પર ગોઠવેલી એક સ્પોટલાઈટનો પ્રકાશ 12 મી દૂર આવેલી દીવાલ પર પડે છે. જો 2 મી ઊંચાઈનો એક માણસ સ્પોટલાઈટથી દૂર દીવાલ તરફ 12 મી/સેની ઝડપથી જાય તો તે જયારે દીવાલથી 8 મી દૂર હોય ત્યારે તેનો દીવાલ પર પડછાયાની લંબાઈ ઘટવાનો દર _____ મી/સે છે.
(a) 34
(b) 54
(c) 38
(d) 58
Answer:

Option (a)

212.
એક લોખંડના દડાની ત્રિજ્યા 10 સેમી છે. તેની પરે એકસરખી જાડાઈના બરફનું સ્તર આવેલું છે કે જે 100π સેમી3/મિનિટના દરે પીગળે છે. જયારે સ્તરની જાડાઈ 5 સેમી હોય ત્યારે તેની જાડાઈ ઘટવાનો દર _____ સેમી/મિનિટ છે.
(a) 154
(b) 136
(c) 118
(d) 19
Answer:

Option (d)

213.
વિધેય f(x) = 2x3 - 15x2 + 36x + 4 એ _____ આગળ મહત્તમ બને.
(a) x = 3
(b) x = 0
(c) x = 4
(d) x = 2
Answer:

Option (a)

214.
વક્ર y = x3 - 3x2 - 9x + 5 ના જે બિંદુ સ્પર્શક X-અક્ષને સમાંતર બંને તેનો x-યામ _____ છે.
(a) -1, 3
(b) -3, 1
(c) 1, -1
(d) 0
Answer:

Option (a)

215.
f : RR અને f(x) = 2x + cos x તો f _____ .
(a) ને x = π આગળ ન્યૂનતમ મૂલ્ય છે
(b) ને x = 0 આગળ મહત્તમ મૂલ્ય છે
(c) એ ઘટતું વિધેય છે
(d) એ વધતું વિધેય છે
Answer:

Option (d)

216.
એક વૃતાંશની પરિમિતિ p છે. જયારે તેની ત્રિજ્યા _____ હોય ત્યારે તેનું ક્ષેત્રફળ મહત્તમ બને.
(a) p2
(b) 1p
(c) p
(d) p4
Answer:

Option (d)

217.
વક્ર (1 + x2) y = 2 - xX-અક્ષને જ્યાં છેદે ત્યાં સ્પર્શકનું સમીકરણ _____ છે.
(a) x + 5y = 2
(b) x - 5y = 2
(c) 5x - y = 2
(d) 5x + y - 2 = 0
Answer:

Option (a)

218.
જો વક્ર y = 2x3 + ax2 + bx + c ઊગમબિંદુમાંથી પસાર થતો હોય અને x = -1 અને x = 2 આગળના સ્પર્શકો X-અક્ષને સમાંતર હોય તો a, b અને cની કિંમતો અનુક્રમે _____ છે.
(a) 12, -3, 0
(b) -3, -12, 0
(c) -3, 12. 0
(d) 3, -12, 0
Answer:

Option (b)

219.
વક્ર y2 = x પરના _____ બિંદુ આગળનો સ્પર્શક X-અક્ષની ધન દિશા સાથે 45° નો ખૂણો બનાવે છે.
(a) 14, 12
(b) 12, 14
(c) 12, -12
(d) 12, 12
Answer:

Option (a)

220.
એક ધાતુના ચોરસની બાજુ 3 સેમી/સેના દરે વધે છે. જયારે તેની બાજુની લંબાઈ 10 સેમી હોય ત્યારે તેનું ક્ષેત્રફળ _____ સેમી2/સેના દરે વધે.
(a) 30
(b) 40
(c) 60
(d) 90
Answer:

Option (c)

Showing 211 to 220 out of 264 Questions