ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 21 to 30 out of 184 Questions
21.
રેડિયો-એક્ટિવ તત્વ Xનો અર્ધ-આયુ 3 hr છે. તે રૂપાંતર પામીને સ્થાયી તત્વ Y બનાવે છે. Xના જન્મ પછી t સમયે X અને Yના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોતર 1:15 છે, તો tનું મૂલ્ય કેટલું હશે ?
(a) 12 hr
(b) 6 hr
(c) 24 hr
(d) 45 hr
Answer:

Option (a)

22.
જો હાયડ્રોજનમાંથી હિલીયમ થવાની પ્રક્રિયામાં દળક્ષતિ ૦.5% હોય, તો 1 kg હાયડ્રોજનમાંથી હિલીયમ બને, ત્યારે ઉદભવત્તી ઊર્જા કેટલી હશે ? [1 kWH = 36 × 105 J]
(a) 1.25 kWH
(b) 1.25 × 106 kWH 
(c) 1.25 × 108 kWH 
(d) 1.25 × 104 kWH 
Answer:

Option (c)

23.
રેડિયો-એક્ટિવ તત્વ Xનું અર્ધ-આયુ બીજા તત્વ Yના સરેરાશ જીવનકાળ જેટલું છે. પ્રારંભમાં બંનેમાં પરમાણુઓની સંખ્યા સમાન છે, તો
(a) પ્રારંભમાં X અને Yના વિભંજન-દર સમાન હશે.
(b) X અને Y હંમેશા સમાન દરથી વિભંજન પામતા હશે.
(c) પ્રારંભમાં Yનો વિભંજન-દર X કરતાં વધુ હશે.
(d) પ્રારંભમાં Xનો વિભંજન-દર Y કરતાં વધુ હશે.
Answer:

Option (c)

24.
રેડિયો-એક્ટિવ તત્વ X નીચે મુજબનાં પરંપરિત વિભંજાનો અનુભવે છે.  XαX1β-X2αX3γX4 જો Xના પરમાણું-ક્રમાંક અને પરમાણું-દળાંકનાં મુલ્યો અનુક્રમે 72 અને 180 હોય તો, X4માટેનાં અનુરૂપ મૂલ્યો ક્યાં હશે ?
(a) 69, 176
(b) 69, 172
(c) 71, 176
(d) 71, 172
Answer:

Option (b)

25.
જો તત્વો X1 અને X2 ના ક્ષય-નિયતાંકો અનુક્રમે 10λ અને λ છે. જો પ્રારંભમાં તેઓનાં ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય, તો કેટલા સમય બાદ X1 અને X2ના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોતર 1e થશે ?
(a) 110λ
(b) 111λ
(c) 1110λ
(d) 19λ
Answer:

Option (d)

26.
ધારો કે 27 જેટલો પરમાણુદળાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા આશરે 3 × 10-15 m (અથવા 3 fm) છે, તો 128 જેટલો પરમાણુદળાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા આશરે _____ m હશે .
(a) 3 × 10-15
(b) 1.5 × 10-15
(c) 5 × 10-15
(d) 4.5 × 10-15
Answer:

Option (c)

27.
1 mg દ્રવ્યમાન ઊર્જામાં ફેરવાય તો મળતી ઊર્જા _____ J હોય છે .
(a) 90
(b) 9 × 103
(c) 9 × 105
(d) 9 × 1010
Answer:

Option (d)

28.
14 g C146માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેકટ્રોનની સંખ્યા અનુક્રમે _____ છે . (એવોગેડ્રો આંક 6 × 1023 છે.)
(a) 36 × 1023, 48 × 1023, 36 × 1023
(b) 36 × 1023, 36 × 1023, 36 × 1023
(c) 48 × 1023, 36 × 1023, 48 × 1023
(d) 48 × 1023, 48 × 1023, 36 × 1023
Answer:

Option (a)

29.
નીચેની ફિશન પ્રકિયામાં X અને Y ન્યુક્લિયસોની બંધન - ઊર્જા પ્રતિન્યુક્લિયોન 8.5 MeV છે. U23692 ન્યુક્લિયસની ન્યુક્લિયોનદીઠ બંધન - ઊર્જા 7.6 MeV છે, તો છૂટી પડતી કુલ ઊર્જા કેટલી હશે ?

 U23692  X117 + Y117+n1  0+ n10

(a) 2000 MeV
(b) 200 MeV
(c) 2 MeV
(d) 200 keV
Answer:

Option (b)

30.
ગોળાકાર ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા d, પરમાણુદળાંક A પર આધાર રાખે છે, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે ? (ન્યુક્લિયસમાં mp = mn ધારો.)
(a) d ∝ A3
(b) d ∝ A2
(c) d ∝ A
(d) d ∝ A0
Answer:

Option (d)

Showing 21 to 30 out of 184 Questions