ગતિમાન વીજભાર અને ચુંબકત્વ  MCQs

MCQs of ગતિમાન વીજભાર અને ચુંબકત્વ

Showing 1 to 10 out of 115 Questions
1.
બે સમકેન્દ્રીય રિંગો એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલ છે.બંને રિંગમાં આંટાઓની સંખ્યા 20 છે.તેમની ત્રિજ્યાઓ 40 cm અને 80cm છે તથા તેમાંથી અનુક્રમે 0.4 A અને 0.6 A વિદ્યુતપ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાંવહે છે,તો કેન્દ્ર પાસે ઉદ્દભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય_____T થશે.
(a) 4μ0
(b) 2μ0
(c) 104μ0
(d) 54μ0
Answer:

Option (c)

2.
L લંબાઈનો એક અતિ લાંબો સોલેનોઈડ n સ્તરો ધરાવે છે. દરેક સ્તરમાં N આંટાઓ છે.સોલેનોઈડનો વ્યાસ D છે અને તેમાંથી I જેટલો પ્રવાહ પસાર થઇ રહ્યો છે, તો સોલેનોઈડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર _____ છે.
(a) Dને સમપ્રમાણ
(b) Dને વ્યસ્ત પ્રમાણ
(c) Dથી સ્વતંત્ર
(d) Lને સમપ્રમાણ
Answer:

Option (c)

3.
સાઈક્લોટ્રોનમાં વિદ્યુતભારિત કણની કોણીય ઝડપ _____થી સ્વતંત્ર છે.
(a) કણનું દળ
(b) કણની રેખીય ઝડપ
(c) કણનો વિદ્યુતભાર
(d) ચુંબકીય ક્ષેત્ર
Answer:

Option (b)

4.
ગતિમાન વિદ્યુતભાર _____ ના કારણે ઊર્જા મેળવે છે.
(a) વિદ્યુતક્ષેત્ર
(b) ચુંબકીયક્ષેત્ર
(c) આ બંને ક્ષેત્રો
(d) ઉપરનામાંથી કોઈ પણ ક્ષેત્ર નહિ.
Answer:

Option (a)

5.
બે અતિ લાંબા સમાંતર તારોમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન વિદ્યુતપ્રવાહો પસાર થઇ રહ્યા છે, તો _____
(a) તેઓ એકબીજાને અપાકર્ષે છે
(b) તેઓ એકબીજાને આકર્ષે છે
(c) તેઓ એકબીજા તરફ નમી જાય છે
(d) આકર્ષણ કે અપાકર્ષણ કંઈ જ ઉદ્દભવતું નથી
Answer:

Option (a)

6.
એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, તો _____
(a) તેનું વેગમાન બદલાય છે,પણ ગતિ-ઊર્જામાં ફેરફાર થતો નથી.
(b) વેગમાન અને ગતિ-ઊર્જા બંનેમાં ફેરફાર થાય છે.
(c) વેગમાન અને ગતિ-ઊર્જા કોઈમાં ફેરફાર થતો નથી.
(d) ગતિ-ઊર્જા બદલાય છે,પણ વેગમાન બદલાતું નથી.
Answer:

Option (a)

7.
ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણની ઝડપ વધારવામાં આવે છે, તો તેના ગતિપથની ત્રિજ્યા _____.
(a) ઘટશે
(b) વધશે
(c) બદલાશે નહિ
(d) અડધી થશે
Answer:

Option (b)

8.
જયારે વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, ત્યારે તેની ગતિ-ઊર્જા _____
(a) અચળ રહે છે.
(b) વધે છે.
(c) ઘટે છે.
(d) શૂન્ય થાય છે.
Answer:

Option (a)

9.
એક લાંબા તારમાંથી સ્થાયી વિદ્યુતપ્રવાહ વહે છે. તેને એક વર્તુળાકાર વાળતાં બનતા લૂપના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર B છે. હવે ધારો કે આ જ તારને વર્તુળાકાર n આંટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે,તો તેના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર _____ થશે.
(a) nB
(b) n2B
(c) 2nB
(d) 2n2B
Answer:

Option (b)

10.
સમાન વિદ્યુતક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્ર અધોદિશામાં છે. એક ઈલેક્ટ્રોન અધોદિશામાં ગતિ કરે છે, આથી આ ઈલેક્ટ્રોન _____
(a) ડાબી તરફ વળે છે.
(b) જમણી તરફ વળે છે.
(c) ના વેગમાં વધારો થાય છે.
(d) ના વેગમાં ઘટાડો થાય છે.
Answer:

Option (d)

Showing 1 to 10 out of 115 Questions