ગતિમાન વીજભાર અને ચુંબકત્વ  MCQs

MCQs of ગતિમાન વીજભાર અને ચુંબકત્વ

Showing 11 to 20 out of 115 Questions
11.
એક ઈલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર Bને લંબરૂપે r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે.આ ઈલેક્ટ્રોને અડધા પરિભ્રમણ દરમિયાન પ્રાપ્ત કરેલી ગતિ-ઊર્જા _____
(a) 12mv2
(b) 14mv2
(c) શૂન્ય
(d) πrBev
Answer:

Option (c)

12.
B માન ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે q વિદ્યુતભાર ધરાવતો m દળવાળો કણ r ત્રિજ્યાના વર્તુળમાર્ગ પર ગતિ કરે છે,આથી આ કણને એક ભ્રમણ કરતાં લાગતો સમય _____ છે.
(a) 2πmqB
(b) 2πq2Bm
(c) 2πqBm
(d) 2πmBq
Answer:

Option (d)

13.
એકબીજાથી r જેટલા અંતરે રાખેલ બે સમાંતર પાતળા લાંબા તારમાં દરેકમાં I વિદ્યુતપ્રવાહ વહે છે.આથી કોઈ એક તારની એકમલંબાઈ દીઠ બીજા તાર વડે લાગતા બળનું માન _____ છે.
(a) μ0I2r2
(b) μ0I22πr
(c) μ0I2πr
(d) μ0I2πr2
Answer:

Option (b)

14.
1m લંબાઈના વાહક તારને એક વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે છે. જો તેમાંથી 1 એમ્પિયરનો વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેની ચુંબકીય મોમેન્ટ _____ Am2થશે.
(a) 2π
(b) π2
(c) π4
(d) 14π
Answer:

Option (d)

15.
m દળવાળા અને q વિદ્યુતભારવાળા બે કણોને 2r લંબાઈના એક સળીયાના છેડાઓ પર (દરેક છેડા પર એક) એમ ચોંટાડેલા છે. આ સળીયાને ω જેટલી કોણીય ઝડપથી તેના કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ આપતાં ઉદ્દભવતી ચુંબકીય ડાઈપોલ-મોમેન્ટ અને આ કણોના કુલ કોણીય વેગમાનનો ગુણોત્તર ______ છે.
(a) q2m
(b) qm
(c) 2qm
(d) qπm
Answer:

Option (a)

16.
બે અતિ લાંબા વિદ્યુતવાહક તારોને એકબીજાને સમાંતર d જેટલા અંતરે રાખી તેમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન વિદ્યુતપ્રવાહો પસાર કરવામાં આવે છે.હવે, આ બંને તારોની વચ્ચે d2 અંતરે આવેલા બિંદુ પાસેથી q જેટલો વિદ્યુતભારિત કણ,બંને તારોથી રચાતા સમતલને લંબરૂપે v વેગથી પસાર થાય છે,તો આ કણ પર લાગતું ચુંબકીય બળ _____ થશે.
(a) μ0Iqv2πd
(b) μ0Iqvπd
(c) 2μ0Iqvπd
(d) શૂન્ય
Answer:

Option (d)

17.
સમાન ચુંબકીય ક્ષેત્ર Bને લંબરૂપે પ્રોટોન,ડ્યુટેરોન આયન અને α-પાર્ટીકલ સમાન ગતિ-ઊર્જા સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે.અનુક્રમે તેમના ગતીપથની ત્રિજ્યાઓ rp,rd અને rα વડે દર્શાવીએ તો [અહીં qd=qp,md=2mp]
(a) rα = rp < rd
(b) rα = rd > rp
(c) rα > rd > rp
(d) rα = rd = rp
Answer:

Option (a)

18.
m દળવાળો એક કણ q વિદ્યુતભાર ધરાવે છે.આ કણને V જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરી સમાન ચુંબકીય ક્ષેત્ર Bમાં ક્ષેત્રને લંબરૂપે દાખલ કરતાં તે R ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે,તો આ કણના વિદ્યુતભાર અને દળનો ગુણોત્તરqm = _____ છે.[(qm)ને ઘણીવાર વિશિષ્ઠ વિદ્યુતભાર (Specific Charge) પણ કહે છે.]
(a) 2VB2R2
(b) V2BR
(c) VB2R
(d) mVBR
Answer:

Option (a)

19.
એક અતિલાંબા સોલેનોઈડમાં 1 cm દીઠ 100 આંટાઓ છે.તેમાંથી 5A પ્રવાહ પસાર થાય છે,તો તેની અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર _____ T છે.
(a) 3.14 × 10-2
(b) 6.28× 10-2
(c) 9.42× 10-2
(d) 12.56× 10-2
Answer:

Option (b)

20.
એક વિદ્યુતભારિત કણBજેટલા ચુંબકીય ક્ષેત્રમાંથીv વેગથી પસાર થઇ રહ્યો છે.તેના પર લાગતું ચુંબકીય બળ _____ સ્થિતિમાં મહત્તમ હશે.
(a) vઅને B સમાન દિશામાં હોય તે
(b) v અને B વિરુદ્ધ દિશામાં હોય તે
(c) v અને B પરસ્પર લંબ હોય તે
(d) v અને B એકબીજા સાથે 450 નો કોણ બનાવે તે
Answer:

Option (c)

Showing 11 to 20 out of 115 Questions