કિરણ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of કિરણ-પ્રકાશશાસ્ત્ર

Showing 11 to 20 out of 132 Questions
11.
નીચેનામાંથી કયું કારણ હીરાના ચળકાટ માટે જવાબદાર છે ?
(a) વ્યતિકરણ
(b) વિવર્તન
(c) પૂર્ણઆંતરિક પરાવર્તન
(d) વક્રીભવન
Answer:

Option (c)

12.
બહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતાત્રીજ્યા 15 cm અને માધ્યમનો વક્રીભવનાંક 1.5 હોય તો, લેન્સની હવાની સાપેક્ષ કેન્દ્રલંબાઈ _____cm થશે
(a) 10
(b) 15
(c) 20
(d) 30
Answer:

Option (b)

13.
એક બહિર્ગોળ અરીસા વડે મળતું વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતાં n ગણું નાનું છે. જો અરીસાની કેન્દ્રલંબાઈ f હોય, તો વસ્તુ-અંતર _____ હશે.
(a) fn
(b) f(n-1)
(c) (n-1)f
(d) nf
Answer:

Option (c)

14.
4 mm જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતાં લાગતો સમય _____ sec હશે. ચોસલાના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 છે.
(a) 2×10-8
(b) 2×108
(c) 2×10-11
(d) 2×1011
Answer:

Option (c)

15.
બંને બાજુ સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ તેની કોઈ એક બાજુની વક્રતાત્રિજ્યા જેટલી છે, તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક _____ હશે.
(a) 43
(b) 1.5
(c) 2.5
(d) 0.8
Answer:

Option (b)

16.
જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબ-લંબાઈ 105 cm અને સામાન્ય સ્થિતીમાં મોટવશક્તિ 20 હોય, તો ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ _____ cm હશે.
(a) 10
(b) 20
(c) 25
(d) 100
Answer:

Option (d)

17.
સવારના સમયે ઊધ્ર્વ દિશામાંનું આકાશ બ્લ્યુ રંગનું દેખાય છે. કારણ કે _____ .
(a) લાલ રંગનું શોષણ થઈ જાય છે.
(b) બ્લ્યુ પ્રકાશનું સૌથી વધારે પ્રમાણમાં પ્રકીર્ણન થાય છે.
(c) સવારના સમયે સૂર્ય ફક્ત બ્લ્યુ પ્રકાશનું ઉત્સર્જન કરે છે.
(d) બ્લ્યુ પ્રકાશનું આકાશ દ્વારા શોષણ થાય છે.
Answer:

Option (b)

18.
આંખની ખામી કે જેમાં એક સમતલમાં રહેલ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, પરંતુ બીજા સમતોલમાં રહેલી વસ્તુને નહી, તેને _____ કહે છે.
(a) એેેેસ્ટિગ્મેટિઝમ
(b) વિકૃતિ
(c) લઘુદ્રષ્ટિ (માયોપિયા)
(d) ગુરૂદ્રષ્ટિ (હાઈપરમાયોપિયા)
Answer:

Option (a)

19.
રામન પ્રકિર્ણનમાં જોવા મળતી સ્ટોક્સ અને એન્ટીસ્ટોક્સ વર્ણપટરેખાઓ પ્રકાશના _____ને આભારી છે.
(a) પરાવર્તન
(b) સ્થિતિસ્થાપક પ્રકીર્ણન
(c) અસ્થિતિસ્થાપક પ્રકીર્ણન
(d) વિભાજન
Answer:

Option (c)

20.
10 cm કેન્દ્રલંબાઈ ધરવતો બહિર્ગોળ લેન્સનો સાદા માઈક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.જયારે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે, ત્યારે મોટવણી _____ થશે. સામાન્ય દ્રષ્ટિ માટે Near point અંતર 25 cm લો.
(a) 1.0
(b) 2.5
(c) 0.4
(d) 25
Answer:

Option (b)

Showing 11 to 20 out of 132 Questions