હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર

Showing 1 to 10 out of 96 Questions
1.
હેલોઆલ્કેનમાં કાર્બન અને હેલોજન વચ્ચે _____ બંધ રચાય છે .
(a) આયનીય
(b) વાન્ ડર વાલ્સ
(c) સહસંયોજક
(d) હાઈડ્રોજન
Answer:

Option (c)

2.
હેલોએરીન સંયોજનોમાં હેલોજન ક્યા સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાય છે ?
(a) sp2
(b) sp3
(c) sp
(d) dsp2
Answer:

Option (a)

3.
હેલોઆલ્કેનમાં C-X બંધમાં કાર્બન અંશતઃ કયો વીજભાર ધરાવે છે ?
(a) વીજભારરહિત
(b) ઋણ
(c) ધન
(d) એનાયોનીક
Answer:

Option (c)

4.
નીચેના પૈકી કયો બંધ સૌથી વધુ પ્રબળ હોય છે ?
(a) -C-F
(b) -C-Cl
(c) -C-Br
(d) -C-I
Answer:

Option (a)

5.
નીચેના પૈકી કયો વિનાઈલ હેલાઈડ છે ?
(a) CH2Cl2
(b) CH2=CH-Cl
(c) CH≡C-Cl
(d) CH2 - CH2         Cl         Cl
Answer:

Option (b)

6.
R-OH + PX5 → R-X + B + HXમાં B શું છે ?
(a) HPOX3
(b) H3PO3
(c) POX3
(d) H3PO2
Answer:

Option (c)

7.
બેન્ઝિનમાંથી બ્રોમીનેશન દ્વારા બ્રોમોબેન્ઝિનની બનાવટમાં કયો ઉદી્પક વપરાય છે ?
(a) FeBr3
(b) HBr
(c) AlBr3
(d) Br2
Answer:

Option (a)

8.
CH3-Br + Ag-F  →  CH3F + AgBr પ્રક્રિયા ક્યાં નામે ઓળખાય છે ?
(a) ગ્રિગ્નાર્ડ
(b) વુર્ટઝ
(c) ફિટિગ
(d) સ્વાર્ટ્ઝ
Answer:

Option (d)

9.
કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો લુઇસના સિદ્ધાંત પ્રમાણે શું છે ?
(a) એસિડ
(b) બેઇઝ
(c) તટસ્થ અણુઓ
(d) ધન આયનો
Answer:

Option (b)

10.
કારબોકેટાયનની શ્થા્યીતાનો આધાર નીચેનામાંથી ક્યાં પરિબળ પર રહેલો છે?
(a) સસ્પંદન
(b) તાપમાન
(c) સંક્રાંતિ અવસ્થા
(d) પ્રક્રિયાવેગ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 96 Questions