દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 161 to 170 out of 198 Questions
161.
નિયત તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ 25 મિમી અને યુરિયાના મંદ દ્રાવણનું બાષ્પદબાણ 24.5 મિમી છે, તો દ્રાવણની મોલાલિટી _____ થાય.
(a) 0.02
(b) 1.2
(c) 1.11
(d) 0.08
Answer:

Option (c)

162.
એક દ્રાવણમાં પેન્ટેન (A) અને હેક્ઝેન (B) નો મોલ ગુણોતર 1:4 છે. 20oસે તાપમાને આ બંને હાઇડ્રોકાર્બનના શુદ્ધ સ્વરૂપમાં બાષ્પદબાણ અનુક્રમે 440 મિમી અને 120 મિમી છે, તો વરાળ (વાયુ) સ્વરૂપમાં પેન્ટેનના મોલ-અંશ _____ થાય.
(a) 0.549
(b) 0.200
(c) 0.786
(d) 0.478
Answer:

Option (d)

163.
A અને B બે પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે 80 મિમી અને 60 મિમી છે. જો 3 મોલ A અને 2 મોલ B ને મિશ્ર કરવામાં આવે, તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ _____ મિમી થાય.
(a) 140
(b) 20
(c) 68
(d) 72
Answer:

Option (d)

164.
80o સે તાપમાને શુદ્ધ પ્રવાહી A નું બાષ્પદબાણ 520 મિમી છે અને શુદ્ધ પ્રવાહી B નું બાષ્પદબાણ 1000 મિમી છે. જો આ બંને પ્રવાહીનું મિશ્રણ 80o સે તાપમાને અને 1 વાતાવરણ દબાણે ઊકળતું હોય, તો મિશ્રણમાં A ની માત્રા= _____ .
(a) 34 મોલ (ટકામાં)
(b) 48 મોલ (ટકામાં)
(c) 50 મોલ (ટકામાં)
(d) 52 મોલ (ટકામાં)
Answer:

Option (c)

165.
A અને B બંને પ્રવાહી મિશ્ર થઈ આદર્શ દ્રાવણ બનાવે છે. શુદ્ધ A નું 25 oસે તાપમાને બાષ્પદબાણ 70 મિમી છે અને તેના મોલ-અંશ 0.8 છે. જો તે જ તાપમાને દ્રાવણનું બાષ્પદબાણ 84 મિમી હોય, તો તે જ તાપમાને શુદ્ધ B નું બાષ્પદબાણ _____ મિમી થાય.
(a) 56
(b) 70
(c) 140
(d) 28
Answer:

Option (c)

166.
નીચેના પૈકી કયું મિશ્રણ આદર્શ દ્રાવણ છે ?
(a) ક્લોરોફોર્મ અને એસિટોન
(b) બેન્ઝીન અને ટૉલ્યુઈન
(c) ફિનોલ અને એનિલિન
(d) HCl અને પાણી
Answer:

Option (b)

167.
આદર્શ દ્રાવણ વડે નીચેનામાંથી કઈ શરતનું પાલન થતું નથી ?
(a) Hmixing=0
(b) Vmixing=0
(c) રાઉલ્ટનો નિયમ
(d) Smixing=0
Answer:

Option (d)

168.
આદર્શ પ્રવાહી દ્રાવણમાં, દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ પ્રવાહી હોય, તો તેને મિશ્ર કરતાં દ્રાવણનું કુલ કદ બંને પ્રવાહીના કદના _____ .
(a) સરવાળા કરતાં ઓછું હશે.
(b) સરવાળા કરતાં વધારે હશે.
(c) સરવાળા જેટલું હશે.
(d) સરવાળા કરતાં અડધું હશે.
Answer:

Option (c)

169.
A દ્રાવકમાં, B દ્રાવ્ય ઓગળતાં મળતા દ્રાવણની મોલાલિટી 1 હોય, તો Tb અને Kb વચ્ચેનો સબંધ જણાવો.
(a) Tb<Kb
(b) Tb=Kb
(c) Tb>Kb
(d) TbKb
Answer:

Option (b)

170.
1.8 ગ્રામ ગ્લુકોઝ, 100 ગ્રામ દ્રાવકમાં ઓગળતાં દ્રાવણના ઉત્કલનબિંદુમાં 0.1 oસેનો વધારો થાય, તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો થશે ?
(a) 0.01 Km
(b) 0.1 Km
(c) 1 Km
(d) 10 Km
Answer:

Option (c)

Showing 161 to 170 out of 198 Questions