દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 171 to 180 out of 198 Questions
171.
પાણી માટે Kf = 1.86 K kg mol-1 છે, 0.1 m KCl ના જલીય દ્રાવણ માટે ઠારબિંદુ કેટલું હશે ?
(a) -0.186 oC
(b) 0.372 oC
(c) -1.86 oC
(d) -0.372 oC
Answer:

Option (d)

172.
1000 ગ્રામ પાણીમાં 13.44 ગ્રામ CuCl2 ઓગાળી નીચેની માહિતીને આધારે બનતા દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો જણાવો. [CuCl2 નો અણુભાર = 134.4 ગ્રામ/મોલ, Kb=0.52 કૅ કિગ્રા મોલ-1, CuCl2 પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે.]
(a) 0.16
(b) 0.05
(c) 0.1
(d) 0.2
Answer:

Option (a)

173.
2.5 % w/w સાંદ્રતા ધરાવતા યુરિયાના દ્રાવણનું ઉત્કલનબિંદુ = _____ . [દ્રાવક માટે Kb = 4 કૅ કિગ્રા મોલ-1]
(a) 128.22 oસે
(b) 234.11 oસે
(c) 282.92 oસે
(d) 101.70 oસે
Answer:

Option (d)

174.
25 oસે તાપમાને 200 ગ્રામ પાણીમાં 3.42 ગ્રામ ખાંડ ઓગાળવાથી તૈયાર થતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં 0.22 oસે નો વધારો થાય, તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક _____ oસે કિગ્રા મોલ-1 થાય. [ખાંડ (C12H22O11) નો અણુભાર = 342 ગ્રામ/મોલ]
(a) 2.2
(b) 3.3
(c) 4.4
(d) 6.6
Answer:

Option (c)

175.
ઇથિલીન ગ્લાયકોલનો ઉપયોગ ઠંડા વાતાવરણમાં ઍન્ટીફ્રિઝર તરીકે થાય છે. -6 oસે તાપમાને 4 કિલોગ્રામ પાણીમાં કેટલો જથ્થો ઇથિલીન ગ્લાયકોલનો ઉમેરવો જરૂરી છે. જેથી પાણીનું ઠારણ થતું અટકાવી શકાય ? [પાણી માટે Kb = 1.86 અને ઇથિલીન ગ્લાયકોલનો અણુભાર = 62]
(a) 800 ગ્રામ
(b) 204.30 ગ્રામ
(c) 400.00 ગ્રામ
(d) 304.60 ગ્રામ
Answer:

Option (a)

176.
યુરિયાના જલીય દ્રાવણનું ઠારબિંદુ -0.6 oસે છે. આ દ્રાવણ બનાવવા 3 kg પાણીમાં કેટલા ગ્રામ યુરિયા જોઈએ ? [M (યુરિયા) = 60 ગ્રામ/મોલ, Kf = 1.5 oC kg mol-1]
(a) 2.4 ગ્રામ
(b) 3.6 ગ્રામ
(c) 6.0 ગ્રામ
(d) 72.0 ગ્રામ
Answer:

Option (d)

177.
પાણી માટે Kf = 1.86 oસે કિગ્રા મોલ-1 છે. વિદ્યુત અવિભાજ્ય પદાર્થના પાણીમાં બનાવેલ 0.05 મોલલ દ્રાવણનું ઠારબિંદુ = _____ oસે
(a) -1.86
(b) -0.93
(c) -0.093
(d) 0.93
Answer:

Option (c)

178.
NaCl એ પ્રબળ વિદ્યુતવિભાજ્ય છે. 1 મોલલ NaCl ના જલીય દ્રાવણનું ઠારબિંદુ _____ oસે છે. (પાણી માટે Kf = 1.86 કૅ કિગ્રા મોલ-1)
(a) -1.86
(b) -3.72
(c) 1.86
(d) 3.72
Answer:

Option (b)

179.
200 ગ્રામ પાણીમાં 30 ગ્રામ યુરિયા ઉમેરતાં બનતા દ્રાવણનું ઠારબિંદુ _____ oસે થાય. (Kf = 1.86 oસે કિગ્રા મોલ-1)
(a) 4.65
(b) -4.65
(c) -0.744
(d) 0.744
Answer:

Option (a)

180.
નીચેના પૈકી કયો ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે ?
(a) પ્રાણીઓના મૂત્રાશયની કોથળી
(b) પાર્ચમેન્ટ પેપર
(c) કોષદીવાલ
(d) Cu2[Fe(CN)6]
Answer:

Option (d)

Showing 171 to 180 out of 198 Questions