પ્રવાહવિદ્યુત  MCQs

MCQs of પ્રવાહવિદ્યુત

Showing 71 to 80 out of 123 Questions
71.
કિર્ચોફનો પ્રથમ નિયમ કયા મૂળભૂત નિયમની રજૂઆત છે ?
(a) ઊર્જા સંરક્ષણ
(b) વિદ્યુતભાર સંરક્ષણ
(c) વેગમાન સંરક્ષણ
(d) કોણીય વેગમાન સંરક્ષણ
Answer:

Option (b)

72.
બે સમાન emf અને આંતરિક અવરોધવાળા કોષોને શ્રેણીમાં કે સમાંતરમાં જોડી તેની સાથે 1Ωનો અવરોધ જોડવામાં આવે ત્યારે બંને કિસ્સામાં પ્રવાહ સમાન મળે છે, તો દરેક્નો આંતરિક અવરોધ _____
(a) 4Ω
(b) 2Ω
(c) 1Ω
(d) 12 Ω
Answer:

Option (c)

73.
પોટેન્શિયોમીટરનાં વિદ્યુતસ્થિતિમાન પ્રચલન એકસરખા બે વિદ્યુતકોષને શ્રેણીમાં (i) સહાયક સ્થિતિમાં (ii) વિરોધક સ્થિતિમાં જોડતાં તટસ્થ બિંદુઓ અનુક્રમે 6 m અને 2 m અંતરે મળે છે, તો વિદ્યુતકોષના emf નો ગુણોતર_____છે.
(a) 1 : 1
(b) 1 : 2
(c) 2 : 1
(d) 3 : 1
Answer:

Option (c)

74.
પોટેન્શિયોમીટર તારનો વિશિષ્ટ અવરોધ 10-12Ω અને તેમાં વહેતો પ્રવાહ 0.5 A છે. જો તારના આડછેદનું ક્ષેત્રફળ 10-6m-2 હોય, તો વિદ્યુતસ્થિતિમાન પ્રચલન_____V/m થશે.
(a) 2.5 x 10-7
(b) 5 x 10-7
(c) 10-7
(d) 2.5
Answer:

Option (b)

75.
પોટેન્શિયોમીટર તારના પ્રાથમિક પરિપથમાં વિદ્યુતપ્રવાહ 0.5 A છે. તારનો વિશિષ્ટ અવરોધ 4 x 10-7 Ωm અને તેનું આડછેદનું ક્ષેત્રફળ 8 x 10-6m2 છે, તો તાર પર વિદ્યુતસ્થિતિમાન પ્રચલન_____હશે.
(a) 2.5 mV/m
(b) 25 mV/m
(c) 25 V/m
(d) 10 V/m
Answer:

Option (b)

76.
નિયમિત આડછેદના ક્ષેત્રફળવાળા વહાકના દ્રવ્યની અવરોધકતા તેની લંબાઈ સાથે સમીકરણ ƍ=ƍ0(1 + αx) અનુસાર મળે છે. જો વાહકની લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ A હોય તો તેનોઅવરોધ_____
(a) ƍ0A12L+αL2
(b) ƍ0A1+12αL
(c) ƍ0LA1+12αL
(d) ƍ0AL+12αL2
Answer:

Option (c)

77.
L લંબાઈના તાર સાથે અવગણી શકાય તેવા આંતરિક અવરોધવાળી ત્રણ બેટરીઓને શ્રેણીમાં જોડેલી છે. પ્રવાહ વહેવાથી તારમાં t સમયમાં T જેટલું તાપમાન વધે છે. જો 2L લંબાઈના તાર સાથે આવી જ N બેટરીઓને શ્રેણીમાં જોડવામાં આવે તો પણ તારમાં t સમયમાં T તાપમાન વધે છે, તો બેટરીઓની સંખ્યા N=_____
(a) 4
(b) 6
(c) 8
(d) 9
Answer:

Option (b)

78.
2.0 V નો એક એવા 6 કોષો સહાયક સ્થિતિમાં શ્રેણીમાં જોડેલ છે. તે દરેકનો આંતરિક અવરોધ 0.5 Ω છે. તેમને 110 V D.C. પ્રાપ્તિસ્થાન વડે ચાર્જ કરવામાં આવે છે. ચાર્જિંગ પ્રવાહ નિયંત્રિત કરવા માટે બેટરીઓની શ્રેણીમાં 46 Ω નો અવરોધ જોડ્યો છે, તો પ્રાપ્તિસ્થાનમાંથી મળતોપાવર _____W થશે. અને ઉષ્માઊર્જા રૂપે વિખેરણ પામતો પાવર_____W હશે. અને બેટરીઓને ચાર્જ કરવામાં વપરાતો પાવર_____W હશે.
(a) 110, 296, 4
(b) 220, 196, 24
(c) 110, 24, 24
(d) 220, 24, 12
Answer:

Option (b)

79.
એક જ દ્રવ્યમાંથી બનેલા સમાન લંબાઈના બે વાહકતારના આડછેદના ક્ષેત્રફળનો ગુણોતર 1 : 2 છે. તેમનામાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમાન હોય ત્યારે આ તારોમાં દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્માઓનો ગુણોતર_____છે.
(a) 1 : 2
(b) 1 : 1
(c) 1 : 4
(d) 2 : 1
Answer:

Option (d)

80.
10 Ω અવરોધવાળી ટ્રાન્સમિશન લાઈન મારફત 2.2 kW ના પાવરને 22000 V ના વીજસ્થિતિમાનને બીજા સ્થળે મોકલવામાં આવે છે, તો ઉષ્મારૂપે વ્યય થતો પાવર_____
(a) 100 W
(b) 10 W
(c) 0.1 W
(d) 1 W
Answer:

Option (c)

Showing 71 to 80 out of 123 Questions