વિદ્યુતચુંબકીય તરંગો  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય તરંગો

Showing 61 to 70 out of 130 Questions
61.
પાણીમાં પ્રકાશનો વેગ 2.25 × 108 ms-1 છે. પાણીનો ડાયઈલેક્ટ્રીક અચળાંક 80 છે, તો પાણીનો સાપેક્ષ પરમિએબિલિટી કેટલી હશે ?
(a) 2
(b) 200
(c) 0.02
(d) 1.33
Answer:

Option (c)

62.
શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગનો વેગ નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ બદલવાથી બદલી શકાય છે ?
(a) આવૃત્તિ
(b) કંપવિસ્તાર
(c) તરંગલંબાઈ
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (d)

63.
SI એકમ પદ્ધતિમાં એક તરંગ-વિધેય નીચેના સુત્ર દ્વારા રજુ કરવામાં આવેલ છે :

Ψ(x, t) = 103 sin π (3 × 106 x - 9 × 1014 t)

તો આ તરંગનો વેગ અને તરંગલંબાઈ અનુક્રમે _____ અને _____ છે,

(a) ૩ × 108 m s-1, 666 nm
(b) 9 × 1014 m s-1, 666 Å
(c) ૩ × 106 m s-1, 666 μm
(d) ૩ × 107 m s-1, 666 nm
Answer:

Option (a)

64.
Ez = 100 cos ( 6 × 108t + 4x) V m-1 સુત્ર અનુસાર એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ એક માધ્યમમાં પ્રસરે છે, તો આ માધ્યમનો વકરીભવનાંક _____
(a) 1.5
(b) 2.0
(c) 2.4
(d) 4.0
Answer:

Option (b)

65.
E = 50 sin (ωt - kx) N C-1 સુત્ર વડે રજૂ કરી શકાય તેવા વિદ્યુતચુંબકીય તરંગની સરેરાશ ઊર્જા-ઘનતા (આશરે) _____ J m-૩ છે.

0 = 8.85 × 10-12 SI)

(a) 10-8
(b) 10-7
(c) 10-6
(d) 10-5
Answer:

Option (a)

66.
શૂક્ષ્મ તરંગો(microwaves)ને પૃથ્વીથી ભૂસ્થિર ઉપગ્રહ અને ત્યાંથી પૃથ્વી પર પાછા આવતા આશરે કેટલો સમય લાગશે ?
(a) 1 s
(b) 0.24 s
(c) 0.48 s
(d) 0.72 s
Answer:

Option (b)

67.
કોઈ પણ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ _____ પર આધાર રાખે છે.
(a) માધ્યમની ઘનતા
(b) માધ્યમમાં રહેલા H2O અને CO2 અણુઓની ઘનતા
(c) ફક્ત માધ્યમની પરમિટિવિટી
(d) માધ્યમની પરમિટિવિટી અને પરમિએબિલિટી
Answer:

Option (d)

68.
નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે ?
(a) વાતાવરણમાં ઊંચે જતા ઘનતા વધતી જાય છે.
(b) આયનોસ્ફિયરમાં આંશિક રીતે ધન આયનો અને ઋણ આયનો આવેલા છે.
(c) પાણીના અણુઓ મોટા ભાગે ટ્રોપોસ્ફિયરમાં હોય છે.
(d) આયનોસ્ફિયર સિવાયના સ્તરો મહદઅંશે વિદ્યુત-તટસ્થ અણુઓના બનેલા છે.
Answer:

Option (a)

69.
પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રસરણ પામે છે. નીચે દર્શાવેલ ભૌતિક રાશીઓમાંથી કઈ ભૌતિક રાશી બદલાતી નથી ?
(a) વેગ
(b) તરંગલંબાઈ
(c) આવૃત્તિ
(d) કંપવિસ્તાર
Answer:

Option (c)

70.
એક માધ્યમનો ડાયઈલેક્ટ્રિક અચળાંક 22.5 છે. તેની સાપેક્ષ પરમિએબિલિટી 0.1 છે, તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે ?
(a) 1.4
(b) 1.5
(c) 1.8
(d) 0.67
Answer:

Option (b)

Showing 61 to 70 out of 130 Questions