વિદ્યુતચુંબકીય તરંગો  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય તરંગો

Showing 121 to 120 out of 130 Questions
121.
_____ ની મદદથી પારરકત વિકિરણની પરખ થઇ શકે છે.
(a) સ્પેકટ્રોમીટર
(b) પાયરોમીટર
(c) નેનોમીટર
(d) ફોટોમીટર
Answer:

Option (b)

122.
નીચે આપેલાં કિરણો પેૈકી _____ ની તરંગલંબાઈ લઘુતમ છે.
(a) γ-કિરણો
(b) β-કિરણો
(c) α-કિરણો
(d) X-કિરણો
Answer:

Option (a)

123.
અવકાશની પરમિટિવિટી 4.0 હોય તેવા માધ્યમમાંથી પસાર થતા વિધુતચુંબકીય તરંગની આવૃત્તિ 3 MHz હોય ત્યારે _____
(a) λ બમણી થાય અને ƒ અચળ રહે છે.
(b) λ બમણી થાય અને ƒ અડધી રહે છે.
(c) λ અડધી થાય અને ƒ અચળ રહે છે.
(d) λ અને ƒ બંને અચળ રહે છે.
Answer:

Option (c)

124.
અચળ અને સમાન તથા પરસ્પર લંબ એવા વિધુતક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B ના બનેલા વિસ્તારમાં એક વિધુતભારિતકણ v વેગથી E અને B બંનેને લંબ દિશામાં પ્રવેશે છે અને વેગમાં કોઈ પણ પ્રકારના ફેરફાર સિવાય બહાર આવે છે, તો જો કણ પરનો વિધુતભાર q હોય, તો _____
(a) v = E×BB2
(b) v = B×EB2
(c) v = E×BE2
(d) v = B×EE2
Answer:

Option (b)

125.
શૂન્યાવકાશમાં પ્રસરતા એક વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B પરસ્પર લંબરૂપે દોલનો કરે છે. જો આ તરંગના પ્રસરણની દિશા k^ હોય તથા ધ્રુવીભૂત પ્રકાશ સદિશની દિશા X હોય તો _____ અને _____ થાય.
(a) X  B અને k^  B×E
(b) X  E અને k^  E×B
(c) X  B અને k^  E×B
(d) X  E અને k^  B×E
Answer:

Option (b)

126.
લિસ્ટ-1 માં વિધુતચુંબકીય તરંગના પ્રકાર અને લિસ્ટ-2 માં તેની આનુષંગિક ઉપયોગ આપેલાં છે, તો તેમને સાચી રીતે જોડો.

લિસ્ટ-1

લિસ્ટ-2

(a)

પારરક્ત તરંગ

(i)

સાંધા ના દુઃખાવાની સારવાર માટે

(b)

રેડિયો તરંગ

(ii)

પ્રસારણ માટે

(c)

ક્ષ-કિરણો

(iii)

હાડકામાં પડેલ તિરાડના નિદાન માટે

(d)

પારજાંબલી કિરણો

(iv)

વાતાવરણના ઓઝોન સ્તર દ્વારા થતું શોષણ

(a) (a → i) (b → ii) (c → iv) (d → iii)
(b) (a → iii) (b → ii) (c → i) (d → iv)
(c) (a → i) (b → ii) (c → iii) (d → iv)
(d) (a → iv) (b → iii) (c → ii) (d → i)
Answer:

Option (c)

127.
વિધુતચુંબકીય તરંગના માધ્યમમાં પ્રસરણ દરમિયાન _____
(a) વિધુતઊર્જા ઘનતા, ચુંબકીય ઊર્જા ઘનતા કરતાં અડધી હોય છે.
(b) વિધુતઊર્જા ઘનતા, ચુંબકીય ઊર્જા ઘનતા જેટલી હોય છે.
(c) બંને વિધુત અને ચુંબકીય ઊર્જા ઘનતાઓ શૂન્ય હોય છે.
(d) વિધુતઊર્જા ઘનતા, ચુંબકીય ઊર્જા ઘનતા કરતાં બમણી હોય છે.
Answer:

Option (b)

128.
શૂન્યાવકાશમાં વિધુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિધુત સદિશ E = 40cos (kz - 6 x 108t) i^ દ્વારા દર્શાવાય છે. જ્યાં E, z અને t અનુક્રમે વોલ્ટ/મી, મીટર અને સેકન્ડમાં દર્શાવાય છે, તો k નું મૂલ્ય _____ છે.
(a) 2 m-1
(b) 0.5 m-1
(c) 6 m-1
(d) 3 m-1
Answer:

Option (a)

129.
શૂન્યાવકાશમાં ગતિ કરતા વિધુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર અને વિધુતક્ષેત્ર સદિશના કંપવિસ્તારનો ગુણોત્તર _____ હોય છે.
(a) શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ
(b) શૂન્યાવકાશમાં પ્રકાશના વેગના વ્યસ્ત
(c) શૂન્યાવકાશમાં ચુંબકીય પરમિએબિલિટી અને વિધુતીય પરમિટિવિટીના ગુણોત્તર જેટલો
(d) એકમ
Answer:

Option (b)

130.
વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સદિશોના કંપવિસ્તાર વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે ?
(a) E0=B0
(b) E0=cB0
(c) E0=B0c
(d) E0=cB0
Answer:

Option (b)

Showing 121 to 120 out of 130 Questions