વિદ્યુતચુંબકીય તરંગો  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય તરંગો

Showing 101 to 110 out of 130 Questions
101.
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર E = 10 cos 107t + kx j^ volt/m વડે રજુ થાય છે. જ્યાં t sમાં અને x mમાં છે, તો _____

(i) આ તરંગની તરંગલંબાઈ 188.4 m હશે.

(ii) આ તરંગનો તરંગસદિશ 0.33 rad/m હશે.

(iii) આ તરંગના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર 10 V/m હશે.

(iv) આ તરંગ ધન X-દિશામાં પ્રસરતું હશે.

(a) (iii) અને (iv)
(b) (i) અને (ii)
(c) (ii) અને (iii)
(d) (i) અને (iii)
Answer:

Option (d)

102.
______ શરતને આધીન માઈક્રોવેવ ઓવન એ પાણીના અણુઓ ધરાવતા ખોરાકને ખૂબ જ કાર્યદક્ષતાથી ગરમ કરે છે.
(a) માઈક્રોવેવ્ઝની આવૃત્તિને પાણીના અણુઓની પ્રાકૃતિક આવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી.
(b) માઈક્રોવેવ્ઝ એ ઉષ્મા-તરંગો છે, જેથી ટે કાયમ ગરમી પેદા કરે છે.
(c) માઈક્રોવેવ ઓવનમાં પારરક્ત (infrared) તરંગો ગરમી ઉત્પન્ન કરે છે.
(d) માઈક્રોવેવ્ઝની આવૃત્તિ એ પાણીના અણુઓની અનુનાદીય આવૃત્તિ સાથે જરૂરથી એકરૂપ થવી જોઈએ.
Answer:

Option (d)

103.
1000 Wના બલ્બથી 10 m દૂર આવેલ ગોળાકાર સપાટી (જેનું કેન્દ્ર બલ્બ છે) પર બલ્બ વડે ઉદભવેલા વિદ્યુતચુંબકીય તરંગોની તીવ્રતા 0.02 W/m2 છે, તો B0નું મૂલ્ય શોધો. બલ્બની કાર્યક્ષમતા 2.5% લો અને બલ્બને બિંદુવત્ ઉદગમ ધારો.

ε0 = 8.85 × 10-12 SI અને c = 3.0 × 108 m s-1.

(a) 2.74 × 10-8 T
(b) 1.29 × 10-8 T
(c) 9.13 × 10-9 T
(d) 3.87 × 10-8 T
Answer:

Option (b)

104.
100 Wના એકબલ્બની 5 % ઊર્જા દૃશ્યપ્રકાશમાં રૂપાંતરણ પામે છે, તો બલ્બથી 1 m દૂર આવેલી ગોળીય સપાટી પર સરેરાશ તીવ્રતા શોધો. બલ્બને બિંદુવત્ ઉદગમ ગણો અને માધ્યમ આઈસોટ્રોપિક ધારો.
(a) 4 W/m2
(b) 0.4 W/m2
(c) 5 W/m2
(d) 12.56 W/m2
Answer:

Option (b)

105.
એક બિંદુવત્ આઈસોટ્રોપિક પ્રકાશના ઉદગમથી 10 m અંતરે મહત્તમ વિદ્યુતક્ષેત્ર 3.0 V m-1 છે, તો પ્રકાશની સરેરાશ તીવ્રતા કેટલી હશે ?

c = 3 × 108 m s-1

0 = 8.854 × 10-12, C2N-2m-2)

(a) 1.195 W/m2
(b) 1.195× 10-2 W/m2
(c) 2.390× 10-2 W/m2
(d) 0.597× 10-2 W/m2
Answer:

Option (b)

106.
40 W પાવર ઉત્સર્જિત કરતા પ્રકાશના બિંદુવત્ આઈસોટ્રોપિક ઉદગમથી 2 m અંતરે એક અવલોકનકાર ઊભો છે. અવલોકનકાર પાસે આ ઉદગમ વડે ઉદભવતા વિદ્યુતક્ષેત્રનું r.m.s. મૂલ્ય શોધો.

(c = 3 × 108 m s-1, ε0 = 8.854 × 10-12 C2N-1m-2)

(a) 0.796 Vm-1
(b) 5.77 Vm-1
(c) 34.6 Vm-1
(d) 17.3 Vm-1
Answer:

Option (d)

107.
X-અક્ષની દિશામાં રહેલા 10 cm2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તથા 100 cm લંબાઈના નળાકાર પર E = 10 sin ωt - kx NC વિદ્યુતક્ષેત્ર ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ તેના આડછેદને લંબરૂપે આપત થાય છે, તો વિકિરણની નળાકારમાં સમાયેલી ઊર્જા શોધો.

ε0 = 8.854 × 10-12 C2N-1m-2), c = 3 × 108 m s-1

(a) 4.425 × 10-13 J
(b) 1.475 × 10-21 J
(c) 4.425 × 10-10 J
(d) 1.3275 × 10-4 J
Answer:

Option (a)

108.
ચુંબકત્વ અંગેનો ગાઉસનો નિયમ દર્શાવતું હોય તેવું સમીકરણ આપો.
(a) E.da = qε0
(b) B.da = 0
(c) B.dl-dϕBdt
(d) E.dl = μ0(ic+id)
Answer:

Option (b)

109.
A ક્ષેત્રફળવાળી બે પ્લેટોના બનેલા કેપેસિટર પર Q વિધુતભાર હોય, તો તેમની વચ્ચેનું વિધુતક્ષેત્ર _____
(a) E = Qε0A
(b) E = Q2ε0A
(c) E = 2Qε0A
(d) E = ε0AQ
Answer:

Option (a)

110.
જો હર્ટૃ્ઝના પ્રયોગની ગોઠવણીમાં ડાઈપોલની ડાઈપોલ મોમેન્ટ p = p0sinωt વડે રજૂ થતી હોય, તો ક્યા સમયે ડાઈપોલ મોમેન્ટ શૂન્ય થાય ?
(a) T3
(b) T4
(c) T18
(d) T
Answer:

Option (d)

Showing 101 to 110 out of 130 Questions