રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Showing 61 to 70 out of 83 Questions
61.
એક ડોક્ટર પાસે આવનાર 16 વર્ષીય છોકરાની મુખ્ય તકલીફો જેવી કે વારંવાર છીંકો આવવી, નાક અને આંખમાંથી પાણી આવવું, આંખમાં ખંજવાળ આવવી તથા શરદીની છે. તેમજ તેને દસ્ટની એલર્જીની જૂની ફરિયાદ છે. તો નીચેનામાંથી કયું ઔષધ ડોક્ટર પ્રેસ્ક્રાઇબ કરશે ?
(a) નોરઇથિનડ્રોન
(b) રેસર્પિન
(c) લેન્સોપ્રેઝોલ
(d) કલોર ફિનારિમાઇન
Answer:

Option (d)

62.
પ્રશાંતકો (ટ્રાન્કિવલાઈઝર્સ) નો ઉપયોગ ક્યા રોગની સારવાર માટે થાય છે ?
(a) કેન્સર
(b) AIDS
(c) મગજના રોગો (માનસિક રોગો)
(d) બ્લડ ઇન્ફેકશન
Answer:

Option (c)

63.
નીચેનામાંથી બેક્ટેરિયા નિરોધી કયું ?
(a) પેનિસિલિન
(b) ઇરિથ્રોમાયસિન
(c) ઓફલોક્સોસિન
(d) બયથાપેનોલ
Answer:

Option (b)

64.
એન્ટિસેપ્ટિક એટલે _____ .
(a) જંતુનાસક કે જે સજીવપેશીઓ ઉપર અસર કરે છે.
(b) જંતુનાસક કે જે સજીવપેશીઓ ઉપર અસર કર્તા નથી.
(c) દુખાવામાં વેદનાહારક તરીકે પણ વપરાય છે.
(d) સુક્ષ્મજીવાણુંઓની વૃદ્ધિ અટકાવે છે.
Answer:

Option (b)

65.
ગર્ભનિરોધક ગોળીમાં શેનું મિશ્રણ વપરાય છે ?
(a) એસ્ટ્રોજેનિક અને પ્રોજેસ્ટોજેનિક સંયોજનોનું મિશ્રણ
(b) એસ્ટ્રોજેનિક અને ટેસ્ટોજેનિક સંયોજનોનું મિશ્રણ
(c) નોરએથિન્ડ્રોન અને પ્રોજેસ્ટોજેનિક મિશ્રણ
(d) પ્રોજેસ્ટોજેનિક અને વિટામિનનું મિશ્રણ
Answer:

Option (a)

66.
નીચેના પૈકી ખાધ પદાર્થોમાં પ્રિઝર્વેટિવ તરીકે શાનો ઉપયોગ થાય છે?
(a) એલમ
(b) ફેરિક ક્લોરાઈડ
(c) સેલિસિલિક એસિડ
(d) સોડિયમ બેન્ઝોએટ
Answer:

Option (d)

67.
ખાધ પદાર્થોના રંગકોની ગુણવતા કાયદાથી નિયંત્રિત કરવામાં આવી છે, કારણ કે _____.
(a) તે માનવશરીર માટે હાનિકારક હોવા જોઈએ નહિ.
(b) માનવી તેનો ઉપયોગ કરે છે.
(c) તેનું સંક્ષ્લેષણ માનવી દ્વારા થાય છે.
(d) સમગ્ર દેશમાં કોયડો જરૂરી છે.
Answer:

Option (a)

68.
નીચેના પૈકી કઈ બે જોડ યોગ્ય છે ? (1) ખાધ પદાર્થ પરિરક્ષક- સોડીયમ બેન્ઝોએટ (2) એન્ટિઓક્સિડન્ટ - પ્રોપિયોનિક એસિડ (3) ખાધ રંગક - β-કેરોટીન (4) કૃત્રિમ ગળ્યા પદાર્થ - આર્નેટો
(a) (1), (2)
(b) (1), (3)
(c) (1), (4)
(d) (2), (4)
Answer:

Option (b)

69.
ગળપણને આધારે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?
(a) એસ્પાર્ટેમ > સુક્રોલોઝ > એલિટેમ > સેકેરિન
(b) એસ્પાર્ટેમ > સેકેરિન > સુક્રોલોઝ > એલિટેમ
(c) એલિટેમ > સુક્રોલોઝ > સેકેરિન > એસ્પાર્ટેમ
(d) સેકેરિન > એસ્પાર્ટેમ > એલિટેમ > સુક્રોલોઝ
Answer:

Option (c)

70.
બ્યુટાઈલેટેડ હાઈડ્રોક્સિ એનિસોલમાં કયો ક્રિયાશીલ સમૂહ જોવા મળતો નથી ?
(a) -OH
(b) -OCH3
(c) -O(CH)3
(d) -COOH
Answer:

Option (d)

Showing 61 to 70 out of 83 Questions