સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ  MCQs

MCQs of સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

Showing 141 to 149 out of 149 Questions
141.
C1 એક કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને એક બેટરી વડે V0 જેટલા વિદ્યુતસ્થિતિમાન સુધી ચાર્જ ( વિદ્યુતભારિત) કરવામાં આવેલ છે. તેની અંદર સંગૃહિત વિદ્યુત સ્થિતિ-ઉર્જા U0 છે. ત્યારબાદ બેટરીને દુર કરવામાં આવે છે. હવે, તેને વિદ્યુતભાર રહિત અને C2 કેપેસિટન્સ ધરાવતા બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, તો આ પક્રિયા દરમિયાન વિખેરિત ( dissipated ) ઉર્જા ______ .
(a) C2C1+C2 U0
(b) C1C1+C2 U0
(c) C1-C2C1+C22 U0
(d) C1C22C1+C2 U0
Answer:

Option (a)

142.
એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જયારે હવા છે ત્યારે તેનું કેપેસિટન્સ 10 μF છે. હવે બે પ્લેટો વચ્ચેનો ક્ષેત્રફળના બે સરખા ભાગ કર્યા બાદ એક ભાગમાં K1= 2 અને K2= 4 બીજા ભાગમાં ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળા પદાર્થો ઉમેરવામાં આવે, તો સમગ્ર તંત્રનું કેપેસિટન્સ ______ .
(a) 10 μF
(b) 20 μF
(c) 30 μF
(d) 40 μF
Answer:

Option (c)

143.
એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે તેને V જેટલો વોલ્ટેજ લાગુ પાડીને ચાર્જ કરવામાં આવે છે. હવે તેને K જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળો પદાર્થ ( મીણ ) જેની બે પ્લેટો વચ્ચે હોય તેવા વિદ્યુતભારવિહીન ( unchanged ) એક સમાંતર પ્લેટ કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે, તો બંને કેપેસિટરોનો સામાન્ય ( common ) p.d ______
(a) V
(b) KV
(c) (1+K) V
(d) V1+K
Answer:

Option (d)

144.
એક સમાંતર પ્લેટ કેપેસિટરની મધ્યમાં બે પ્લેટ વચ્ચે એલ્યુમિનિયમની એક પાતળી પતરી ( foil ) ઉમેરવામાં આવે, તો કેપેસિટરનું કેપેસિટન્સ ______ .
(a) વધે
(b) ધટે
(c) તેનું તે જ રહે
(d) અનંત બને
Answer:

Option (c)

145.
સમાન કેપેસિટન્સ ધરાવતા 'n' કેપેસિટરોને V volt ની બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે, તો સંગૃહિત થતી કુલ ઉર્જા ______ .
(a) CV
(b) CV2
(c) 12nCV2
(d) 12nCV2
Answer:

Option (d)

146.
C1 અને C2 કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે છે. હવે જો આ જોડાણને Q વિદ્યુતભાર આપવામાં આવે તો આ વિદ્યુતભાર વહેચાઈ જાય છે. આથી C1 કેપેસિટર અને C2 કેપેસિટર પરના વિદ્યુતભારોનો ગુણોતર ______ .
(a) C1C2
(b) C2C1
(c) C1+C2
(d) C1C2
Answer:

Option (d)

147.
એક વિદ્યુતભારિત કેપેસિટરની ઉર્જા U છે. હવે બેટરી દુર કરી, આ કેપેસિટરને તેના જેવા જ એક બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે દરેક કેપેસિટરની ઉર્જા _____ થશે.
(a) 3U2
(b) U
(c) U4
(d) U2
Answer:

Option (c)

148.
6 સમાન કેપેસિટરોને સમાંતર જોડી 10 V ની બેટરી વડે વિદ્યુતભારિત કર્યા છે. હવે તેમને છુટા પાડી શ્રેણીમાં જોડવામાં આવે છે, તો બેટરીની ગેરહાજરીમાં મુક્ત પ્લેટો વચ્ચે સ્થિતિમાનનો તફાવત ______ હશે.
(a) 10 V
(b) 30 V
(c) 60 V
(d) 106V
Answer:

Option (c)

149.
C1 કેપેસિટન્સ ધરાવતા n1 કેપેસિટર્સનાં શ્રેણી-જોડાણને 4 V ની બેટરી સાથે જોડી ચાર્જ કરેલ છે. C2 કેપેસિટન્સ ધરાવતા n2 કેપેસિટર્સને સમાંતર જોડી V વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. આ બંને પ્રકારના જોડાણમાં સંગૃહિત ઉર્જા સમાન છે, તો C2 = ______ .
(a) 2C1n1n2
(b) 16n2n1C1
(c) 2n2n1C1
(d) 16C1n1n2
Answer:

Option (d)

Showing 141 to 149 out of 149 Questions