સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ  MCQs

MCQs of સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

Showing 91 to 100 out of 149 Questions
91.
TV ની અંદર જોડેલ 1μ F કેપેસિટર 4000 V જેટલો p.d લાગુ પાડવામાં આવે છે, તો કેપેસિટરની અંદર સંગ્રહિત ઉર્જા _____ .
(a) 8 J
(b) 16 J
(c) 4 × 10-3 J
(d) 2 × 10-3 J
Answer:

Option (a)

92.
એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં હવા છે અને તેનું કેપેસિટન્સ 10 μ F છે. તેને 12 V ની બેટરી સાથે જોડવામાં આવે છે. હવે બંને પ્લેટો વચ્ચેના વિસ્તારમાં 5 ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે, તો આ નવી સ્થિતિમાં બેટરીમાંથી કેપેસિટર તરફ વહેતો વધારાનો ( additional) વિદ્યુતભાર _____ .
(a) 120 μ F
(b) 600 μ F
(c) 480 μ F
(d) 24 μ F
Answer:

Option (c)

93.
જો એક સમાંતર પ્લેટ કેપેસીટરની બે પ્લેટો વચ્ચેનું અંતર d માંથી 2d કરવામાં આવે અને ત્યારબાદ બંને પ્લેટો વચ્ચેના સમગ્ર વિસ્તારમાં મીણ (wax) ભરી દેવામાં આવે, તો કેપેસિટરનું કેપેસિટન્સ 1 pF માંથી વધીને 2 pF થાય છે, તો મીણનો ડાયઇલેક્ટ્રિક અચળાંક _____ .
(a) 2
(b) 4
(c) 6
(d) 8
Answer:

Option (b)

94.
C જેટલું કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને q જેટલો વિદ્યુતભાર આપીને વિદ્યુતભારિત કરવામાં આવે છે. ત્યારે તેમાં સંગૃહિત થયેલી ઉર્જા ધારો કે U છે. હવે કોઈ રીતે કેપેસિટર પરનો વિદ્યુતભાર q માંથી 2q જેટલો કરવામાં આવે, તો નવી સ્થિતિમાં કેપેસિટરમાં સંગૃહીત ઉર્જા _____ .
(a) 2 U
(b) U2
(c) 4 U
(d) U4
Answer:

Option (c)

95.
એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C છે હવે જો તેની બંને પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ _____ થશે.
(a) 4 C
(b) 2 C
(c) C2
(d) C4
Answer:

Option (b)

96.
બેટરી સાથે જોડેલ એક સમાંતર પ્લેટ કેપેટન્સની બે પ્લેટો વચ્ચે હવા છે. આ સ્થિતિમાં તેની સાથે સંકળાયેલી ભોતિક રાશીઓ જેવી કે વિદ્યુતભાર, p.d., વિદ્યુતક્ષેત્ર અને ઉર્જા અનુક્રમે Q0,V0,E0 અને U0 છે. હવે, કેપેસિટન્સ સાથે બેટરી જોડેલી આ સ્થિતિમાં તેની બે પ્લેટ વચ્ચે સમગ્રતયા ડાયઇલેક્ટ્રિક પદાર્થ ઉમેરવામાં આવે છે. તેથી અનુરૂપ ભોતિક રાશીઓ હવે Q,V,E, અને U થતી હોય, તો તેમનો પ્રારંભનાં અનુરૂપ મુલ્યો સાથેનો સંબંધ
(a) Q>Q0
(b) V>V0
(c) E>E0
(d) U>U0
Answer:

Option (a)

97.
એક કેપેસિટન્સને 200 V જેટલો વોલ્ટેજ ચાર્જ કરતાં તેના પર 0.1 C જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે. હવે જયારે તે કોઈ રીતે ડિસ્ચાર્જ થાય છે ત્યારે વ્યય પામતી ઉર્જા _____ .
(a) 1 J
(b) 2 J
(c) 10 J
(d) 20 J
Answer:

Option (c)

98.
1 μ F કેપેસિટન્સવાળા કેપેસિટરને 40 μ C વિદ્યુતભાર આપીને ચાર્જ કરવામાં આવે, તો કેપેસિટરમાં સંગૃહિત ઉર્જા ______ .
(a) 180 × 10-6 erg
(b) 1800 erg
(c) 8000 erg
(d) 16000 erg
Answer:

Option (c)

99.
એક વિદ્યુતભારિત (ચાર્જ ) કરેલા સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એક વિદ્યુતભારિત કણ મુકતા તેના પર લાગતું બળ F છે. હવે જો કોઈ પણ એક પ્લેટને દુર કરવામાં આવે, તો આ વિદ્યુતભારિત કણ પર લાગતું બળ _____ .
(a) 0
(b) F2
(c) F
(d) 2F
Answer:

Option (b)

100.
એક સમાંતર પ્લેટ કેપેસિટન્સની બે પ્લેટો વચ્ચેનું અનંત d છે અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ A છે. આ કેપેસિટરને V જેટલો વોલ્ટેજ લાગુ પાડીને ચાર્જ કરેલ છે. હવે બંને પ્લેટો વચ્ચેનું અંતર 2d કરવા માટે કરવું પડતું કાર્ય _____ .
(a) ε0AV22d
(b) ε0A2V2d
(c) ε0AV2d
(d) ε0A2Vd
Answer:

Option (a)

Showing 91 to 100 out of 149 Questions