પ્રવાહવિદ્યુત  MCQs

MCQs of પ્રવાહવિદ્યુત

Showing 101 to 110 out of 123 Questions
101.
150 વિભાગવાળો સ્કેલ ધરાવતા એક ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા 10 વિભાગ /mA તથા વોલ્ટેજ સંવેદિતા 2 વિભાગ /mA છે. આ ગેલ્વેનોમીટરના દરેક વિભાગ દીઠ 1V દર્શાવી શકે તે માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ જોડવો પડે ?
(a) 1000 Ω
(b) 100000 Ω
(c) 99995 Ω
(d) 9995 Ω
Answer:

Option (d)

102.
એક પોટેન્શિયોમીટર તારની લંબાઈ 240 cm વડે એક કોષને સમતોલી શકાય છે. જો આ કોષ સાથે 2 Ω નો શંટ જોડવામાં આવે તો, હવે તેને 120 cm વડે સમતોલી શકાય છે તો, આ કોષનો આંતરિક અવરોધ _____
(a) 4 Ω
(b) 2 Ω
(c) 1 Ω
(d) 0.5 Ω
Answer:

Option (b)

103.
એક બલ્બના ફિલામેન્ટનો 100 0C તાપમાને અવરોધ 100 Ω છે. તેના અવરોધનો તાપમાન ગુણાંક 0.005(0C)-1 છે.______ તાપમાને તેનો અવરોધ 200 Ω થશે.
(a) 500 0C
(b) 200 0C
(c) 300 0C
(d) 400 0C
Answer:

Option (c)

104.
એક વ્હીસ્ટન બ્રિજની ત્રણ બાજુઓના અવરોધ P, Q અને R છે તથા ચોથી બાજુ પર બે અવરોધો S1 અને S2 ને સમાંતર જોડેલા છે, તો બ્રિજ સમતોલનમાં રહે તે માટેની શરત_____
(a) PQ=RS1+S2
(b) PQ=2RS1+S2
(c) PQ=RS1+S2S1S2
(d) PQ=RS1+S22S1S2
Answer:

Option (c)

105.
બે વાહકતારનો અવરોધ 0 °C તાપમાને સમાન છે. તેમની અવરોધકતાના તાપમાન ગુણાંક α1 અને α2 છે. આ અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ માટેના તાપમાન ગુણાંક અનુક્રમે_____
(a) α1+α22,α1+α22
(b) α1+α22,α1+α2
(c) α1+α2 ,α1+α22
(d) α1+α2 ,α1α2α1+α2
Answer:

Option (a)

106.
ધાતુના સુરેખ તારની લંબાઈમાં 0.1% નો વધારો કરવામાં આવે તો, તેના અવરોધમાં _____
(a) 0.2% નો વધારો થશે.
(b) 0.2% નો ઘટાડો થશે.
(c) 0.05% નો ઘટાડો થશે.
(d) 0.05% નો વધરો થશે.
Answer:

Option (a)

107.
100 ± 5 %Ω ના ચાર અવરોધોમાંથી 400Ω અવરોધ બનાવવામાં આવે તો, તેનું ટોલરન્સ_____
(a) 20 %
(b) 5 %
(c) 10 %
(d) 15 %
Answer:

Option (b)

108.
25 W, 200 V તથા 100 W, 220 V પાવરરેટિંગ ધરાવતા બે વિદ્યુતગોળાઓને શ્રેણીમાં જોડી 440 V નો સપ્લાય લાગુ પાડવામાં આવે તો, કયો ગોળો વહેલો ઊડી જશે ?
(a) બંને
(b) 100 W નો ગોળો
(c) 25 W નો ગોળો
(d) એક પણ નહીં
Answer:

Option (c)

109.
વિધાન-I : એમિટરની જેમ રેન્જ વધારે તેમ તેનો અવરોધ મોટો વિધાન-II : એમિટરની જેમ રેન્જ વધારવા માટે તેને સમાંતર વધારાનો શંટ જોડવો પડે.
(a) વિધાન-I ખોટું, વિધાન-II સાચું
(b) વિધાન-I સાચું, વિધાન-II સાચું અને વિધાન-II એ વિધાન-I ની સમજૂતી છે.
(c) વિધાન-I સાચું, વિધાન-II સાચું અને વિધાન-II એ વિધાન-I ની સમજૂતી નથી.
(d) વિધાન-I સાચું, વિધાન-II ખોટું
Answer:

Option (a)

110.
40 વિદ્યુતગોળાઓને શ્રેણીમાં જોડીને 220 V નો સપ્લાય આપવામાં આવે છે. જો એક ગોળો ઓછો કરીને 39 બલ્બોને શ્રેણીમાં જોડી તે જ સપ્લાય સાથે જોડતાં બલ્બોની પ્રકાશની તીવ્રતા_____
(a) 39 ગોળા કરતાં 40 ગોળા સાથે વધારે
(b) 40 ગોળા કરતાં 39 ગોળા સાથે વધારે
(c) બંને શ્રેણીજોડાણમાં સમાન
(d) 402 : 392 ના ગુણોતર જેટલી
Answer:

Option (b)

Showing 101 to 110 out of 123 Questions